Monday, October 10, 2011

જગજિતસિંઘનાં ગુજરાતી ગીતો, 'જગજિત કુર્તા' અને થોડી યાદો

અગાઉની પોસ્ટમાં જણાવ્યા પ્રમાણે, અહીં જગજિતસિંઘે અજિત મર્ચંટના સંગીત નિર્દેશમાં ગાયેલાં બે ગુજરાતી ગીત આપ્યાં છે, જે પ્લે બટન પર ક્લિક કરવાથી વગાડી શકાશે.
પહેલું ગીત જગજિતસિંઘે ગાયેલું તેમની કારકિર્દીનું સૌ પ્રથમ ફિલ્મી ગીતઃ 'લાગી રામભજનની લગની'. ફિલ્મ 'બહુરૂપી' (1969) અને બીજું ગીત, જગજિત-સુમન કલ્યાણપુરનું યુગલ ગીત. ફિલ્મઃ ‘ધરતીનાં છોરુ’ (1970)

બન્ને ગીતોના કવિ વેણીભાઇ પુરોહિત અને સંગીતકાર અજિત મર્ચંટ.




1998ના 'સિટીલાઇફ'ના દિવાળી અંકમાં મિત્ર મનીષ મહેતાએ લખેલો 'જગજિત કુર્તા' વિશેનો લેખ. ('સિટીલાઇફ' શું હતું તેની અછડતી ઝલક લેખ પછીની તસવીરમાંથી મળશે.)



અજિત મર્ચંટના સન્માનસમારંભનું કાર્ડ, જેમાં જગજિત સિંઘે અજિતભાઇનાં સ્વરબદ્ધ કરેલાં બે ગુજરાતી અને એક હિંદી ગીત ('રાત ખામોશ હૈ) ગાયાં

ભવ્ય સમારંભમાં અજિત મર્ચંટ/Ajit Merchantને યાદ કરતા જગજિતસિંઘ/ Jagjit Singh અને 'રામભજનની લગની'નું મુખડું-લાઇવ


3 comments:

  1. relevant ! As yr blog is always !

    ReplyDelete
  2. ખુબ ખુબ આભાર અને ધન્યવાદ...આવો સરસ "ગમતા નો ગુલાલ" કર્યો માટે...

    ReplyDelete
  3. Anonymous1:57:00 PM

    એક તો, કુર્તા 'સ્ટાઇલ' વિશે વાંચવાનું ગમ્યું. બીજું, એ લેખ મનીષ મહેતાએ લખેલો જાણીને આનંદ થયો. ત્રીજું, સિટિલાઇફમાં કેવા કેવા ધૂરંધરો હતા તે ક્રેડિટ બોક્સ વાંચીને આનંદ થયો. ચોથું, અત્યારે 'લેઆઉટો' અને 'ડિઝાઇનિંગ'ની બોલબાલા છે, પણ એ સમયે પણ સુંદર લેઆઉટ હતો જ એ આ સિટિલાઇફનું પાનું જોઈને જોઈ શકાય છે. આ બધા આનંદો વળી જગજિતસિંહના મૃત્યુ નિમિત્તે થાય તે કેવું!

    ReplyDelete