Friday, October 14, 2011

દિલીપ ધોળકિયાની ગેરહાજરીમાં તેમની પહેલી વર્ષગાંઠે...

Dilip Dholakia: 15-10-1921, 2-1-2011 (Photo: Sanjay Vaidya)

આવતી કાલે, 15 ઓક્ટોબરે દિલીપ ધોળકિયાની વર્ષગાંઠ છે. દિલીપકાકા તો હવે નથી, પણ તેમના ઘણા ચાહકો-સ્નેહીઓ-સંગીતપ્રેમીઓ માટે હજુ તે સ્વરદેહે હાજરાહજૂર છે. વડીલ મિત્ર અને દિલીપકાકાના સ્નેહી-મિત્ર-પ્રેમી ચંદ્રશેખર વૈદ્યની એવી લાગણી હતી કે દિલીપકાકાની ગેરહાજરીમાં આવતા તેમના પહેલા જન્મદિને તેમને યાદ કરવા અને તેમનાં બે યાદગાર-સદાબહાર ગીતો મૂકવાં. ચંદ્રશેખરભાઇની સંગતમાં એકથી વધુ વાર દિલીપકાકા સાથે લાંબો સત્સંગ થયો હતો..એવાં ઘણાં સ્મરણ સાથે ચંદ્રશેખરભાઇએ આપેલાં બે ગીત. એક દિલીપકાકાનું ગાયેલું અને બીજું તેમના સંગીતમાં લતા મંગેશકરે ગાયેલું.

તારી આંખનો અફીણી (ફિલ્મઃ દીવાદાંડી, 1950, ગાયકઃ દિલીપ ધોળકિયા, સંગીતઃ અજિત મર્ચંટ, કવિતાઃ વેણીભાઇ પુરોહિત)


(એક રજકણ સૂરજ થવાને શમણે. બિનફિલ્મી, ગાયિકાઃ લતા મંગેશકર, કવિઃ હરીન્દ્ર દવે, સંગીતઃ દિલીપ ધોળકિયા)

02 Ek Rajkan Suraj by ukothari


(Dilip Dholakia - Chandrashekhar Vaidya in Gramophone Club Program)

દિલીપકાકાના મૃત્યુ નિમિત્તે તેમને આપેલી વિશિષ્ટ અંજલીરૂપે બે પોસ્ટઃ

2 comments:

  1. Binit Modi (Ahmedabad)8:48:00 PM

    પ્રિય ઉર્વીશ,
    સપ્ટેમ્બર - ઓક્ટોબરના આ દિવસો ઘરમાં ગણેશ સ્થાપનાથી લઈને નવરાત્રિ - દિવાળી સુધી છેલ્લા દસ વર્ષથી ઘણુંખરુ તેમની સંગતમાં ઉજવ્યા હોઈ 'દિલીપકાકા વગરની દિવાળી' - પહેલી દિવાળી વસમી તો જરૂર લાગવાની. તેમના ગીતો જ નહીં - સંગીત માત્ર માણી-સાંભળીને તેમની ખોટ ભરપાઈ કરીએ એ જ ઉપાય.
    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete
  2. ઉર્વીશભાઈ

    "એક રજકણ સૂરજ થવાને શમણે....." દિલીપભાઈ ધોળકિયા નાં સ્વરમાં ગવાયેલું મળી શકે?

    દિનેશ પંડ્યા
    ઘાટકોપર
    મુંબઈ

    ReplyDelete