Sunday, August 29, 2010

યે ધુંઆ સા કહાં સે ઉઠતા હૈ?


કાઠિયાવાડના છકડાને મોડે મોડેથી ‘ગ્રામીણ સંશોધન’નો દરજ્જો મળ્યો, ત્યાર પહેલાંથી અમદાવાદના રસ્તા પર એક ‘સંશોધન’ અથવા ‘સુધારો’ જોવા મળતો હતોઃ ચોમાસાની ઋતુ આવે એટલે કેટલાક વાહનચાલકો રેઇનકોટ જેટલી જ ચોક્સાઇથી રબરની પાઇપનો ટુકડો પણ કાઢે, તેનો એક છેડો સ્કૂટરના સાઇલેન્સરની પાઇપમાં લગાડે અને બીજો છેડો સ્પેરવ્હીલમાંથી બહાર કાઢે.

આવું કરવાનો ફન્ડા એટલો જ કે પાણી ભરાયાં હોય ત્યારે સાઇલેન્સર ડૂબવાથી સ્કૂટર ડચકાં ખાઇને બંધ ન થઇ જાય અને અટક્યા વિના સડસડાટ પાર ઉતરી જાય. અમદાવાદ કોલેજમાં ભણતો હતો એ અરસામાં એએમટીએસની બસની પાછળ પણ આવી પાઇપ લગાડેલી જોઇ હતી. આ રીતે પાઇપ લગાડવી એ કદાચ ચાલકો માટે સાવચેતી, ચતુરાઇ અને અગમચેતી પ્રદર્શીત કરવાનો પણ તરીકો હશે.

બહુ વખત પછી ફરી એક વાર સ્કૂટરની પાછળ આવી પાઇપ લગાડેલી જોઇ, એટલે થયું કે તેની યાદ જરા તાજી કરીએ-કરાવીએ.

4 comments:

  1. Sooo creative, practical and 'Navtar' idea....thanks for sharing Urvish Bhai..... :)

    ReplyDelete
  2. જુના દિવસો યાદ આવ્યા, મજા પડી ગઈ. પાણી ભરાતા હોય ત્યાં નાનકડા મીકેનીકો પાના પક્કડ લઈને હાજર થઇ જતા હતા. પ્લગ સાફ કરીને બે મિનીટ માં રવાના કરતા હતા. હવે હોય છે કે નહિ?

    ReplyDelete
  3. Individually personalised disaster management lesson, good for time / cost saving.

    ReplyDelete
  4. dear urvish,

    an open window, like 'khuli tijori' of 'jab we met' is a temptation few can resist.

    and i am no exception you can observe at the moment.

    i would however not post my comment but instead like to repeat yours in a cut-and-paste manner so that addicts can have a good laugh and good councel:


    "while I appreciate your enthusiasm, i would request you to purely enjoy/overlook few posts without making complex & at times off the mark comments. That would help us all."

    ReplyDelete