Friday, January 29, 2010

બીટી રીંગણ વિશે માહિતીપ્રદ ‘દષ્ટિકોણ’

જીનેટીકલી મોડીફાઇડ ( કે મોલેસ્ટેડ?) બીટી રીંગણને કેન્દ્ર સરકારની ‘જીનેટીક એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટી’ તરફથી ગયા વર્ષે મંજૂરી મળી ગઇ છે. પણ હજી એની સામે ગંભીર વાંધા ઊભા છે. પર્યાવરણ મંત્રી જયરામ રમેશ બીટી રીંગણના વિરોધમાં છે ને કૃષિ મંત્રાલય તેની તરફેણ કરી રહ્યું છે. દેખીતી રીતે મામલો મોન્સાન્ટો પ્રકારની કંપનીઓને મોકળું મેદાન આપી દેવાનો છે.

આ મુદ્દે વિગતવાર ચર્ચા આવતી કાલના ‘દૃષ્ટિકોણ’ કાર્યક્રમમાં, સાંજે ૭:૩૦ વાગ્યે, દૂરદર્શન (ગિરનાર)

ચર્ચામાં ઇન્સ્ટીટ્યુટ ઓફ હ્યુમન જેનેટીક્સના માનદ્ ડાયરેક્ટર ડો.જયેશ શેઠ, મોટા પાયે ઓર્ગેનિક ખેતી કરનાર (વિદ્યાનગરના સ્થાપક ભાઇકાકાના પૌત્ર) સર્વદમન પટેલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલસચિવ રાજેન્દ્ર ખીમાણી.
સંચાલનઃ ઉર્વીશ કોઠારી. નિર્માત્રીઃ ડો.રૂપા મહેતા.

No comments:

Post a Comment