Friday, April 03, 2009

200મી પોસ્ટઃ ગાયે ચલા જા...

આ પોસ્ટ 199મી કે 201મી પોસ્ટ કરતાં આમ જોતાં વધારે ખાસ નથી. 200નો આંકડો ખાસ લાગતો હોય તો તે પોતાના બળે નહીં, પણ તેની પાછળ રહેલી 199 પોસ્ટના સાતત્યથી.

પત્રકારત્વને ઉતાવળે લખાયેલું સાહિત્ય-‘લીટરેચર ઇન હેસ્ટ’- કહેવામાં આવે છે, તો બ્લોગ- ખાસ કરીને મારો બ્લોગ- ‘જર્નાલિઝમ ઇન હેસ્ટ’ પ્રકારમાં આવે- ‘એક વાર જે લખાયું તે ખરું’ અથવા ‘તત્કાળ જે સૂઝ્યું તે લખ્યું’ એ રીતે. તેમાં પુનર્લેખન, ધાર કાઢવાની પ્રક્રિયા કે નકશીકામ માટે સમય હોતો નથી. વાંચનાર પણ આ મર્યાદાથી સામાન્ય રીતે પરિચિત હોય છે. છતાં જે ન હોય તેમના માટે આ સ્પષ્ટતા.

અભિવ્યક્તિ અને ગપ્પાંગોષ્ઠિ જેવા આશયથી બ્લોગ શરૂ કર્યો ત્યારે ખ્યાલ ન હતો કે તેમાં આટલો રસ પડશે- બીજાને અને મને પણ. શરૂઆતથી જ બ્લોગ ‘નો નોનસેન્સ’ ધોરણે બન્યો અને એ જ રીતે, બ્લોગજગતનાં ઘણાં દૂષણોથી સહજ રીતે તરીને, ચાલ્યો છે. એનું અડધુંઅડધ શ્રેય વાચકોનું છે.

***

બ્લોગના લાખો નહીં તો પણ, થોડા હજાર સજ્જ મુલાકાતીઓ/વિઝિટર્સ મળ્યા- 60 જેટલા ફોલોઅર્સ છે એથી સ્વાભાવિક રીતે આનંદ થાય છે. મારા બ્લોગજગત થકી મારા મનોજગતમાં રસ લેનારા સૌ સ્નેહીઓને આત્મીય ભાવ સાથે એટલી જ ખાતરી આપવાની કે એ મને જેટલી ગંભીરતાથી લે છે, એટલી જ ગંભીરતાથી હું એમને લઉં છું.

મુલાકાતીઓની સંખ્યા કરતાં પણ વધુ મઝા તેમનો ભૌગોલિક વ્યાપ જોઇને આવે છે. અમેરિકા, કેનેડા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા તો કેટલાક સ્નેહીઓ-મિત્રોને કારણે ગુજરાતનાં (મુંબઇ જેવાં) સાંસ્કૃતિક પરાં જેવાં લાગે, પણ એ સિવાય દક્ષિણ કોરિયા, જર્મની, સિંગાપોર, દુબઇ (યુનાઇટેડ આરબ અમીરાત), સુવા (ફીજી), દોહા (કતાર)ના રળ્યાખળ્યા ગુજરાતી પરિચિતો-અપરિચિતો આ બ્લોગ જુએ છે. અમેરિકામાં પ્રત્યક્ષ પરિચય હોય એવા મિત્રો ગણ્યાગાંઠ્યા છે, જ્યારે બ્લોગ જોનારા અમેરિકાનાં ડઝનેક રાજ્યોમાં પથરાયેલાં છે.

તારકભાઇના ફંક્શનમાં કવિ-નાટ્યકાર ચંદ્ર શાહ મળે ને કહે કે ‘તમને રોચેસ્ટરના પ્રીતમ લખલાણી યાદ કરે છે’... ગુલામ મહંમદ શેખ જેવા શબ્દસેવી ચિત્રકાર સાથે પહેલી વાર ઓળખાણ થાય ને એ કહે કે,’તમારા બ્લોગની ટેવ પડી ગઇ છે’... જયંત મેઘાણીને -પ્રવીણ શેઠને ‘શબ્દાર્થપ્રકાશ’માં રસ પડે... હેતલ દેસાઇ જેવાં મિત્રો ‘રિમાઇન્ડરની રાહ જોયા વિના અઠવાડિયે બે-ત્રણ વાર તારો બ્લોગ જોઇ લઉં છુ’ એવું કહે...હર્ષલ પુષ્કર્ણા કેટલીક અંગત (અને ‘સફારી’ના ચાહકો માટે બહુમૂલ્ય) સાંભરણો ‘કમેન્ટ’ તરીકે મુકે... આવા અનુભવોને કારણે બ્લોગ માટે આપેલો સમય લેખે લાગ્યાનો અહેસાસ થાય છે. અમેરિકાના હર્નીશ જાની, કેનેડાથી સલિલ દલાલ- ઉત્પલ ભટ્ટ, બ્રિટનના વિપુલ કલ્યાણી...આ સૌ સાથેનો લાગણી તંતુ ધબકતો રાખવામાં બ્લોગનું પણ પ્રદાન છે.

બ્લોગ પર પહેલી (કે બીજી) કમેન્ટ લખનાર કાર્તિક મિસ્ત્રી તથા બ્લોગ થકી પરિચયમાં આવેલા ઋતુલ જોશી - રોશન રાવલને રૂબરૂ મળવાનું થયું, (મઝહર કંસારાને ટૂંક સમયમાં મળવાનું થશે એવું એમના એક મિત્રએ જણાવ્યું છે) એ વધારાનો આનંદ છે. આખરે, વર્ચ્યુઅલ વર્લ્ડ કરતાં વાસ્તવિક વિશ્વની કિંમત ઘણી વધારે છે. બ્લોગ પરની કેટલીક સામગ્રી વિપુલભાઇએ ‘ઓપિનિયન’માં સમાવે કે પ્રકાશભાઇ ‘નિરીક્ષક’માં મુકે છે ત્યારે ખુશી થાય છે તેનું એક કારણ આ પણ ખરૂં.

વાસ્તવિક વિશ્વના મિત્રો-પરિચિતો સાથે બ્લોગના માધ્યમથી ગરમાગરમ ચર્ચાઓ છેડાય ત્યારે પણ પરસ્પર સહિષ્ણુતા અને વિચારભેદ માટેની મોકળાશની (ત્રિમાસિક-છમાસિક) કસોટી થાય છે. પરીક્ષાના અંતે બન્ને પક્ષો વ્યક્તિગત પ્રેમભાવ ગુમાવ્યા વિના બહાર નીકળે એવો પ્રયાસ રહે છે. દુશ્મનાવટ વહોર્યા વિના ઉગ્ર ચર્ચા થઇ શકે એવો, હવે લુપ્ત થયેલો માહોલ, સાવ નાના પાયે -અને કેટલીક પ્રાથમિક શરતો સાથે- સર્જવાનો પણ આ બ્લોગનો એક હેતુ છે. જયેશ અધ્યારુ, લલિત ખંભાયતા, ધૈવત ત્રિવેદી જેવા મિત્રો તેની સાક્ષી પુરશે.

***

પહેલી 100 પોસ્ટ અને પછીની 100 પોસ્ટ વચ્ચેનો મુખ્ય ફરક એ છે કે મારા પ્રગટ થયેલા લેખો કરતાં માત્ર બ્લોગ માટે લખાયેલી પોસ્ટનું પ્રમાણ 100થી 200 વચ્ચે ઘણું વધી ગયું છે. મુખ્ય ધારાનાં છાપાં-સામયિકોમાં આવવી જોઇએ અને ન આવી હોય-ન આવવાની હોય એવી ઘણી સામગ્રી બ્લોગ પર સારી રીતે મુકી શક્યો છું.

કેટલાક સમારંભોના મને વાંચવા ગમે એવા, પૂર્વાપર સંબંધ સાથેના, અભિપ્રાયાત્મક, વક્તવ્યોના હાર્દને પ્રમાણભાન સાથે રજૂ કરતા અહેવાલો મુકવામાં ઘણી મઝા આવી છે. ‘ફંક્શન’ના લેબલ તળે આવા અહેવાલો મળી આવશે. એ સિવાય ‘શબ્દાર્થપ્રકાશ’નું કામ હજુ ચાલુ રહ્યું છે ને રહેશે. પ્રકાશભાઇ-સ્પેશ્યલ શબ્દો-શબ્દપ્રયોગોની સંખ્યા 100નો આંકડો વટાવી ચૂકી છે.

હવે પછીની સફરમાં વિડીયોનો ઉમેરો કરવાનો, કેટલાંક સરસ ‘એક્સક્લુઝિવ’ ક્લિપિંગની લિન્ક બ્લોગ પર મુકવાનો ઇરાદો છે. (પ્રિન્ટ મીડિયાના માણસ તરીકે ‘એક્સક્લુઝિવ’નો મોહ એમ જાય?)

બ્લોગ પર જાહેરખબરો કેવી રીતે મુકી/મેળવી શકાય એ વિશે પણ વિચાર અને આચાર કરવા ઇચ્છું છું. જાહેરખબરો નહીં મળે તો બ્લોગ બંધ નહીં થઇ જાય કે ઢીલો પણ નહીં પડે. હા, જાહેરખબરો થકી ‘ફૂલની પાંખડીઓ’ મળતી થશે તો વધારે મઝા આવશેઃ-)

***

બ્લોગની 200 પોસ્ટ નિમિત્તે કંઇક કહેવા સૌને આમંત્રણની સાથે વિનંતી કે ફક્ત મહેનતના માર્ક આપવા હોય- વડીલશાઇ પદ્ધતિથી ‘બહુ મહેનત કરી છે’ એટલું જ કહેવું હોય- તો તસ્દી ન લેશો. એવા અભિપ્રાય સાંભળવાની મને ડોક્ટરે ના પાડી છે. કારણ કે એ સાંભળીને મારું બ્લડપ્રેશર વધે છેઃ-0
એ સિવાયના પ્રતિભાવોની રાહ જોઇશ.

નોંધઃ ગુજરાતમાં અને ગુજરાતબહાર ભારતનાં બીજાં રાજ્યોમાં- પરદેશમાં વસતા વાચકમિત્રો-મુલાકાતીઓ કમેન્ટ ભલે ન લખે, પણ 200મી પોસ્ટ નિમિત્તે મને એક મેઇલ કરશે તો તેમની સાથે વારેતહેવારે ઇ-મેઇલ સંપર્ક રાખતાં આનંદ થશે. છેવટે, ‘વર્ચ્યુઅલ એ વર્ચ્યુઅલ છે ને વાસ્તવિક એ વાસ્તવિક.’

મારું ઇ-મેઇલ uakothari@gmail.com

http://www.gurjardesh.com/ પ્રત્યે આ પ્રસંગે ખાસ આભાર વ્યક્ત કરૂં છું. તેની ફોન્ટ કન્વર્ઝન સુવિધાથી યુનિકોડમાં ન લખેલા મેટરને પણ બ્લોગ પર સહેલાઇથી મુકી શક્યો છું. તેમની આ સુવિધા ન હોત તો બ્લોગ નિયમિત ચલાવવા માટે રોજ લેપટોપ ઉંચકીને અમદાવાદ લાવવું પડત.

19 comments:

  1. Congratulations-for your achievement- You have dynamic personality which reflects in your writings-I enjoy your writings on verious subjects immensely-Needless to say I click your blog daily.

    ReplyDelete
  2. i m newcomer on this blog , i hv no expwrience to visit such blogs bt i 1st time visited it and i like it a lot really it will b wonderful journy and i also want to part of it !!

    ReplyDelete
  3. Anonymous3:14:00 AM

    This comment has been removed by the author.

    ReplyDelete
  4. Anonymous3:21:00 AM

    Hi Urvishbhai,

    first of all congratulations for the 200th post of the blog.

    Well, I can't remember how I came across your blog but ever since I saw it once, I have been reading and following it in my google reader. I even once wrote a comment about Ashwinee Bhatt's photo and you thankfully gave me his email id.

    I have been reading about 32 Gujarati blogs but three of them are my favourete: yours, of Harshal Pushkarna and of Kartik Mistry. I always wait for them to update. Kartik's blog attract me because of his intimacy and a 'geek' touch whereas I am a fan of 'Safari' since my childhood so it was but natural for me to follow its new generation. But yours is a special blog because it is like a magazine for me as you cover many varied subjects. So variety and touching the subject in a depth are attractions for me in your blog. Also, Ashwineeji's photos and his interviews are cherry on the cake for me.

    By and by, let me also tell you that I also don't like one thing from the blog. Well I have been in London from last 3 years and should say that not in a good touch of Indian politics but when I come to Ahmedabad every year, I can clearly see the development in Ahmedabad and Gujarat. Also, my mother works as a Government officer so I know how the system has become more efficient and less corrupted. And for that I feel greatful to the CM of Gujarat. (I also have high regards for PM of INDIA.) Keeping these things in my mind, when I read anything about our CM Narendra Modi on your blog, I feel that there is a hidden prejudice in it. I found the protest of Kankaria lake's commercialization the most amazing thing. Here, in London, people pay tax for even their 5 pence worth interest. (1 pence is literary diducted from it as tax) and still people never say no to these kind of commercialization. You need money to keep such things in order and I found it completely liable move.

    But again, my comments are my views and in the same manner you blog is your view so I should stop here.

    Congrats again for you online achievement.

    Regards to Ashwinieeje as well.

    3 Cheers.

    ReplyDelete
  5. પ્રિય ઉર્વીશ,

    અભિનંદન ૨૦૦મી પોસ્ટની સિદ્ધિ માટે !!!

    'બહુ મહેનત કરી છે' એ ગોળી લેવાની ડોક્ટરે તને મનાઇ કરેલી હોય તો પણ ' (તુ કાયમ જ) બહુ મહેનત કરે છે' એવા, મારા જેવા વરસો જૂના મિત્રોના, નિદાન સાથે ડો. (શ્રીમતી) સોનલ કોઠારી પણ સંમત થશે જ.
    કારણ કે ાઅહીં કેનેડામાં બેઠા બેઠા બે બ્લોગ બહુ નિયમિત જોવાય છે (ાઅને બેઉમાં હું કોમેન્ટ મોકલું છું.) એક ાઆ ાઅને બીજો ાઅમિતાભ બચ્ચનનો બ્લોગ.

    બન્નેમાં એક સમાનતા હોય છે. બેઉ મોડી રાત્રે પોસ્ટ થતા હોય છે. એટલે સંબંધિત પરિવારોએ ાઆપવાનો થતો કૌટુંબિક સમયનો ભોગ લગભગ સરખો થાય.
    તેથી ાઆ સિધ્ધી માટેના ાઅભિનંદન સમગ્ર પરિવાર માટેના ગણવા વિનંતિ.

    બ્લોગનો ક્ન્સેપ્ટ નવો હતો ને હજી પણ છે જ.
    તેનો ાઆશય ગોષ્ટિનો જ નહીં પણ તંદુરસ્ત ચર્ચાનો પણ થયો હોય તો તેમાં સામ્પ્રત બાબતો ાઅંગેના તારા વિચારો સામાન્ય પ્રવાહથી ભિન્ન હોવાનો પણ ફાળો છે જ.

    જો કે હજી ચર્ચા બધા જ મુદ્દે એટલી થતી નથી. કેટલાક ખરેખર જ વિચારણા માગી લે એવા મુદ્દા ાઆ બ્લોગ ૂઉપર ૂઉપસ્થિત કરાયા હોવા છતાં કોમેન્ટમાં ઝીરો જોઇને ાઅફસોસ થતો રહ્યો છે ાએટલું ૂઉમેરું.

    એ ાઅભ્યાસ કરવા જેવો જરુર લાગે છે કે ૨૦૦ પૈકીની કેટલી પોસ્ટમાં કોઇ રિસ્પોન્સ જ ના ાઆવ્યો હોય?
    બ્લોગ વંચાય તો છે જ.
    તો શું ચર્ચા કરવાની ટેવ ૂઓછી થૈ છે કે પછી હજી 'કોમેન્ટ મોકલવાની રીત'ને વધારે પ્રચલિત કરવાની જરૂર છે?

    ૨૦૦મા હપ્તે ાઆવું કૈંક ચિન્તન થૈ શકે?

    સોચો ઠાકુર!

    ReplyDelete
  6. Dear Urvishbhai,
    I have read last 200 posts with a consistent feeling that I am not crazy there is someone who thinks alike...

    Thanks for all your posts so far!
    Waiting for your post on Dev.D and Gulal!

    Rutul.

    ReplyDelete
  7. ૨૦૦મી પોસ્ટ માટે મારા તરફથી દિલી મુબારકબાદ, આપનાં બ્લોગનું અને બધી કોમેંટ્સ વાંચવાનું વ્યસન થઈ ચૂક્યું છે. ૨00મી પોસ્ટમાં મને યાદ કર્યો એ બદલ આભાર, રૂબરૂ મળશો તો ઘણો આનંદ થશે. (શક્ય હોય તો સાથે “મન્નુ શેખચલ્લી”ને પણ લેતા આવશો ) જેટલી મઝા બ્લોગ્માં આવે છે તેટલી જ મઝા કોમેંટ્સમાં પણ આવે છે. વાસ્તવિકતાપચાવી નહી સકતાં ઘણાં વાચકો જે ઝનૂનથી કોમેંટ્સમાં ફેંટૉ વીંઝે છે તે માણવાની મઝા આવે છે સલીલભાઈનું કેહવું બરાબર છે વાચકો બધી પોસ્ટ માટે કોમેંટ્સ મોકલે તો વાંચવાની મઝા ડબલ થઇ જાય.
    આપનો સહ્રદયી,
    - મઝહર કંસારા

    ReplyDelete
  8. We Are waiting for 1000th post!

    ReplyDelete
  9. 100th post or 200th post, whatever...time to take stocks. Your following has proved that you write well and has succeeded in this personal venture. Thank technology for this empowerment. I don't like the idea of getting listed as somebody's 'follower', so i'm not listed. But I do follow your blog somewhat and post nasty comments as well. Here is more...

    I live in real world, most of the time, so I may mix comments on virtual Urvish (pertaining to blog) with real Urvish (as i percieve him from his total writting). What I most admire about you is your understanding of real world, taking stand for real issues, explaining it to readers from a unique point of view with engaging style of writting. I put you among the few new breed of journalists (in Gujarat), who have tossed the classical, neutral, non-commital and disinterested journalism in favour of clear-headed, commited journalism engaged with society. This is more mature and responsible journalism in the crisis ridden world. This require thorough preparedness and courage. You have both and my Salam to you for that.

    Though my complaint is for the same, that it doesn't get reflected much here in blog. Socio Political issues are missing, like advocacy for Dalits, poors, minority, victims of state and monied society, gender justice etc don't find place here and you flout it in your previous post that "you usually don't cover political issues on your blog"! Main stream media don't give you space for that, here you don't give it space.

    Your 'what-is-a-blog' perception has drastically changed during this journey of 200 posts, you will agree. Let not your reader profile mould you, mould your readers' profile yourself, instead. Be yourself. More. Let me tell your 'web exclusive' readers that what you get here is 'half the Urvish', please demand for the other half!
    - Kiran Trivedi

    ReplyDelete
  10. Anonymous6:26:00 AM

    હમમ. ૨૦૦ વખત અભિનંદન!!

    ReplyDelete
  11. જીદ કરો, દુનિયા બદલો!

    દુશ્મનાવટ વહોર્યા વિના ઉગ્ર ચર્ચા થઈ શકે તેવો માહોલ સાચે જ લુપ્ત થઈ ગયો હતો જે આ બ્લોગ થકી શરૂ થઈ શક્યો તે જ બ્લોગની સૌથી મોટી ઉપલ્બ્ધિ છે. આ બાબતમાં ઉર્વીશભાઇએ દૈનિક ભાસ્કરની જાહેરાત સાંભળી લાગે છે. કારણ કે દૈનિક ભાસ્કર કહે છે ને કે "જીદ કરો, દુનિયા બદલો!" આવા હકારાત્મક વલણ થકી જો દુનિયા બદલાતી હોય (અભિવ્યક્તિના સ્વાતંત્ર્યના સંદર્ભમાં) તો એથી ઉત્તમ શું?

    બીજી વાત પણ ડો. કોઠારી (આશા છે કે આવા અદભૂત સંબોધનનો વાંધો નહિ જ હોય!)એ બહુ સરસ કહી છે કે વર્ચ્યુઅલ વર્લ્ડ કરતાં વાસ્તવિક વિશ્વની કિંમત ઘણી વધારે છે. આ વાત બહુ જ સાચી છે કારણ કે અમદાવાદમાં રહીને ઉર્વીશભાઇના ટિફિનમાંથી વારે-તહેવારે જે 'વાસ્તવિક' લાડુડી ખાવા મળતી તે આ વર્ચ્યુઅલ બ્લોગમાં નથી મળતી!

    જાહેરખબરવાળો મુદ્દો ખરેખર વિચારવાલાયક છે. 'ફૂલની પાંખડીઓ' મળતી થાય તો મઝા તો આવે જ. દરેક વાચક પોતાની રીતે કોઇક 'ખેલ' પાડે તો આ સપનું જરૂર સાકાર થશે.

    અને છેલ્લે... બ્લોગને આ મંઝિલ સુધી પહોંચાડવામાં 'નો નોન્સેન્સ' પ્રકારના ફોલોઅર્સ-મુલાકાતીઓનો ફાળો તો છે જ. એક સ્વરચિત કહેવત છે ને કે "દૂષણો ખેંચી લાવતા અનેક બ્લોગ ફોલોઅર્સ કરતાં ઉર્વીશ-બ્લોગના વફાદાર ફોલોઅર્સ સારા!" (દોસ્તીદાવે આ કહેવત પરનો કોપીરાઇટ હું જતો કરું છું!)

    હનુમાન-મિત્ર બિનીત મોદીનો ઉલ્લેખ ચૂક્યા તે ખૂંચ્યું.

    ડબલ સેન્ચ્યુરીના અનેક અભિનંદન તો ખરા જ.

    ReplyDelete
  12. Urvishbhai-In times when most people do most activities only for monetary gain, your achievement is not small. Blogging needs dedication, not to mention your journalistic skill and sharp analytical thinking. You have been informing and entertaining us across the world. Congratulations and keep it up!

    ReplyDelete
  13. રમેશ અમીન11:21:00 AM

    ઉર્વીશભાઈ, આપ ખૂબ મહેનત કરીને ફોટો પાડો છો ને જર્નાલીઝમમાંથી તાજા જ બહાર પડેલા નવયુવાન પત્રકારની માફક દોડધામ કરીને લખાણ લખીને બ્લોગ પર મૂકો છો એ કબિલે તારીફ છે. નિસ્વાર્થભાવે આવું કોણ કરે? આપને ઘણા અભિનંદન. આ જ રીતે ફોટા સાથે અમને જુદા જુદા અહેવાલ મહેરબાની કરીને આપતા રહો. લગે રહો ઉર્વીશભાઈ, લગે રહો.

    ReplyDelete
  14. ૨૦૦મી પોસ્ટ પ્રસંગે હાર્દીક અભીનન્દન.....
    ગોવીન્દ મારુ

    ReplyDelete
  15. Hi Urvish,

    Heartiest congratulations on this major landmark. And yes, a primary reason for being a regular visitor (apart from blog's high quality) is your prolificacy.

    Besides, if reader’s response is true test of a magazine’s caliber, then by application of same principle here, your blog is clearly a ‘Outlook’ compared to all other ‘India Today’s :-)

    Keep up the good work.

    ReplyDelete
  16. Urvishbhai,

    Congratulations for the double century!

    ReplyDelete
  17. ઉર્વીશભાઇ,

    gurjardesh.com ના ઉલ્લેખ બદલ ખૂબ આભાર. ગુજરાતી typing ન આવડતુ હોવા છતાં ગુજરાતીમાં લખવાનો આનંદ લઇ રહ્યો છું.

    - જયુલ

    ReplyDelete
  18. Ritesh Maheta5:53:00 PM

    I am reading your blog, since .. even I don't remember it !! You also know pretty well that while surfing the blog-sphere we usually jump to new blogs and accidentally land to a blog which can be your regular reading blog. Furthermore, your blog is not just any blog, I do like your posts. I mean it. There is a lot difference between reading any Gujarati blog run by "an enthu, mother-tongue survival conscious person" and reading a blog run by a journalist.

    I am in Germany since 3 years. So obvious disconnection from Gujarat and Gujarati. And before that being in Gujarat also usually youngsters don't realise the importance of Gujarati after school (say 10th Std.). But people who are far away realise this as missing the essence of Gujarat-Gujarati-Gujarati people. So the only hope is these Gujarati blogs. I guess it's possible that there more readers of "Gujarati Blogs" from outside India then within India. So keep pouring the content, we are here with the thirst of ages.

    ReplyDelete
  19. Anonymous2:22:00 AM

    congo!!!

    ReplyDelete