Tuesday, February 03, 2009

‘સફારી’ની નવી વેબસાઇટઃ સાત ડગલાં સાયબર-આકાશમાં


‘સફારી’ના કાયમી પ્રેમીઓ અત્યાર સુધી જાણી ચૂક્યા હશે એવા ખુશખબર એ છે કે ‘સફારી’ની વેબસાઇટ હવે નવા સ્વરૂપે, સ્વચ્છ-સુઘડ-વાચકોપયોગી (રીડર-ફ્રેન્ડલી, ધેટ ઇઝ)-નવતર સુવિધાઓથી સજ્જ થઇ છે.
ગઇ કાલની રાતથી અપલોડ થયેલું વેબસાઇટનું નવું સ્વરૂપ ઘણી રીતે મઝાનું છે.

અંગ્રેજી અને ગુજરાતી એમ બે જુદા વિભાગમાં વહેંચાયેલી આ સાઇટનું સૌથી અપૂર્વ (યુનિક) પાસું છેઃ પેજફ્લીપ તરીકે ઓળખાતી વ્યવસ્થા. વેબસાઇટમાં એક વાર લોગ ઇન થયા પછી નમૂના લેખે જોવા મળતી ‘સફારી’ની નકલમાં વાચકોને છાપેલું સામયિક વાંચવા મળતું હોય એવો અહેસાસ થાય છે. કેમ કે, વાચકો માઉસની મદદથી સ્ક્રીન પરનું પાનું રીતસર અડઘું કે આખું ‘પકડીને’ ઉથલાવી શકે છે. એવી જ રીતે ‘ઇન્સ્ટારીડ’ સુવિધામાં યથાયોગ્ય ડોલર ભરનાર વાચકો આ સાઇટ પર હર્ષલ પબ્લિકેશનનાં આઉટ ઓફ પ્રિન્ટ થઇ ગયેલાં અને હાલમાં ઉપલબ્ધ પ્રકાશનો વાંચી શકે છે.

સાદગીપૂર્ણ લે-આઉટથી શોભતી આ સાઇટ પર વાચકો માટેના ફોરમથી માંડીને દરેક લવાજમધારક પોતાના ‘ખાતા’ની સ્થિતિ ઓનલાઇન ચકાસી શકે એવી અનેક વ્યવસ્થાઓ ભાઇ હર્ષલે વિશાલ અને તેમની ટીમ સાથે મળીને યોજી છે.

સફારીની વેબસાઇટ પહેલી વાર ૧૯૯૯માં તેના દંતકથારૂપ તંત્રી નગેન્દ્રવિજયના હાથે લૉન્ચ કરવામાં આવી હતી. ત્યાર પછી સમયાંતરે તેમાં પરિવર્તન થતાં રહ્યાં. પણ ટેકનિકલ મર્યાદાઓને કારણે અત્યાર સુધી તેમાં એક પણ વાર ગુજરાતી ફોન્ટ (યુનિકોડ)માં મેટર મુકવામાં આવ્યું ન હતું. સઘળો વ્યવહાર પીડીએફ ફોર્મેટ અથવા અંગ્રેજીમાં ચાલતો હતો.

ગઇ કાલથી અમલમાં આવેલા ‘સફારી’ની વેબસાઇટના આ પાંચમા અવતારમાં હવે સમગ્ર સાઇટ ખરા અર્થમાં ગુજરાતી બની છે. ગુજરાતી ભાષાને બચાવવા અંગે ચિંતિત લોકો એકવીસમી સદીમાં ગુજરાતી ભાષાને કેવી રીતે બચાવી શકાય તેના કેટલાક ઉપાયોમાંના એક ઉપાય લેખે પણ આ વેબસાઇટની મુલાકાત લે.

ગુજરાતમાં અંધજનો માટે તૈયાર થતી સફારીની શ્રાવ્ય આવૃત્તિ ઇન્ટરનેટ પર મુકવાની પણ યોજના છે, જે પરદેશમાં રહેતા અને ગુજરાતી સમજી શકતા પણ વાંચી ન શકતા લોકો માટે બહુ ઉપયોગી નીવડી શકે છે. એ જ રીતે ‘ગિફ્ટ અ સબસ્ક્રીપ્શન’ (કોઇ સ્નેહીને સફારીનું લવાજમ ભેટમાં આપવાની) યોજના પણ ટૂંક સમયમાં મુકાશે. અત્યારે ઇન્ટરનેટ એક્સ્પ્લોરર ૭ અને મોઝિલામાં પૂરેપૂરી સુવિધાઓ સાથે ખુલતી આ વેબસાઇટ ટૂંક સમયમાં એક્સપ્લોરરનાં ૭થી નીચેનાં વર્ઝનમાં ખુલે એવી થઇ જશે.

6 comments:

  1. સાત ડગલાં યુનિકોડ તરફ! સફારીની સમગ્ર ટીમને અભિનંદન!!

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. ચીયર્સ ફોર ‘સફારી’યન્સ

    સફારીની નવી વેબસાઈઙ પહેલાં કરતાં વધુ સારી છે. કેટલીક મસ્ત સુવિધાઓ ઉમેરાઈ છે. જેમ કે ‘ઇન્ટરનેસ એક્સપ્લોરર ૮’ સીધું સફારીની સાઈઙ માંથી પણ ડાઉનલોડ થઈ શકે છે. ઓનલાઈન શોપિંગ, ફોરમ, ફોટો અપલોડ, વગેરે આવકાર્ય છે.
    નવી વેબસાઈઙની શરૂઆતમાં સફારીએ સંપાદકિય પ્રકારનો લેખ લખ્યો છે. તેમાં ફિલ્મોટીવી કાર્યક્રમની વધુ એક વખત ટીકા કરી છે. ટીકા કદાચ િંસાત્કમસેક્સાત્મકગુનાત્મક ફિલ્મોટીવી કાર્યક્રમો વિશે શે. પણ તેનાથી બધી ફિલ્મો ખરાબ છે એમ કઈ રીતે કહી શકાય? સારી ફિલ્મોની વ્યાખ્યા નક્કી કરવી અધરી છે, પણ બધી ફિલ્મોમા સાિં કે સેક્સ જ ોય એવું તો નથી! નવી પેઢી સેક્સપ્રચૂરહિંસાપ્રચૂર ફિલ્મ જોવા જાય તેમાં ફિલ્મો કરતાં પેઢીના ઉછેરનો પણ વાંક છે. કદાચ માબાપ નવી પેઢીને ફિલ્મ જોવા જતી વખતે કઈ ફિલ્મ જોવા જાય છે અને તેમાં શું છે, તેની તપાસ કરતા નથી. એમાં ફિલ્મોનો વાંક ક્યાં આવ્યો. પ્રોફેશનલ યુગમાં નિર્માતાનિર્દેશકો તો કોઇ કક્ષાની ફિલ્મ બનાવ્યા કરશે, આપણે શા માટે તે જોવા જવી?
    હોલિવૂડમાં વર્ષોથી અને વે આપણે ત્યાં પણ પુસ્તકો પરથી ફિલ્મો બનાવાનો ધારો પ્રચલિત થતો જાય છે. સાયન્સ ફિકશન પરથી ફિલ્મો બને છે અને દરેક ફિલ્મને પોતાનું સાયન્સ તો ોય જ.
    એ વાત સાચી કે આપણી કહેવાતી પોપ્યૂલર ચેનલો પર મોઙાભાગના કાર્યક્રમો ન જોવા જેવા ોય પણ ડિસ્કવરી, નેશનલ જિયોગ્રાફી, સ્ઙિરી, એનિમલ પ્લાનેઙ વગેરે જેવી ભારોભાર સાયન્સથી દલાયેલી ચેનલોને કેમ અવગણી શકાય? આપણી પ્રજા એ નથી જોતી એમાં મુદ્દો એ કાર્યક્રમો કરતાં સમાજની પરિક્વતાનો વધુ છે.

    ReplyDelete
  4. Anonymous2:03:00 PM

    Wonderful News. Three Cheers!

    ReplyDelete
  5. Anonymous5:06:00 PM

    real good news, i am a big fan of reading safari since long.....

    good to see it in the new show...

    Best of luck to Harshalbhai

    ReplyDelete